રાજકોટ-લીંબડી હાઇવે પર કાર પલટી ખાતા ઊંઝાના વેપારીના પુત્ર-ભાણેજનું મોત

અમદાવાદ: લીંબડી-રાજકોટ હાઇવે પર આયા ગામના પાટિયા પાસે થયેલા કાર અકસ્માતમાં ઊંઝાના વેપારીના પુત્ર અને ભાણેજનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે વેપારી સહિત ત્રણને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝા ખાતે રહેતા અને તેલના ઘાણાના સ્પેરપાર્ટનો વેપાર કરતા ઓમજી કુમાવત ધંધાના કામ અર્થે કેશોદ જઇ રહ્યા હતા ત્યારે રાજકોટ-લીંબડી હાઇવે પર આયા ગામના પાટિયા પાસે કાર અચાનક પલટી ખાઇ જતા થયેલા અકસ્માતમાં આ વેપારીના પુત્ર અશોક અને ભાણેજ અંશુના મોત થયા હતા.

જ્યારે ઓમજી કુમાવત સહિત તેના પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ભૂજના પદ્ધર ગામ નજીક રોડ પરથી પસાર થઇ રહેલી મુસાફરોની ભરેલી જીપના ચાલકે કૂતરાને બચાવવા પ્રયાસ કરતા જીપ પલટી ખાઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં વેલાભાઇ મસુભાઇ રબારી અને વેલુબહેન કાનાભાઇ રબારીના ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે જીપમાં બેેેઠેલા મુસાફરો પૈકી દસ મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા તમામને ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like