ઈનોવા કારે બાઈકને અડેફેટે લેતાં બે યુવાનોનાં મોત

અમદાવાદ : રાજકોટ-જેતપુર રોડ પર ઈનોવા કારે બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલા બંને યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે ગઈ રાતે અાશરે ૧૧ વાગ્યાના સુમારે ભાયાવદરથી બે યુવાનો જેતપુર તરફ બાઈક પર અાવી રહ્યા હતા ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે અાવી રહેલી ઈનોવા કારે બાઈકને ટક્કર મારતાં બાઈક ઈનોવાના બમ્પરમાં ફસાઈ ગયું હતું અને બંને યુવાનો બાઈક સાથે બે કિલોમીટર સુધી કાર સાથે ઢસેડાયા હતા.

ગંભીર ઈજા થવાના કારણે બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ અા અંગે સઘન તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં માર્યા ગયેલા બંને યુવાનોના નામ સરનામું હજુ સુધી જાણવા મળ્યા નથી.

You might also like