જીપ અને બાઈક વચ્ચે અકસ્માત મહિલા સહિત બે મોતને ભેટ્યા

અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં પોસીના નજીક રોડ પર જીપ અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઈક પર જઈ રહેલ એક મહિલા સહિત બે વ્યક્તિના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સાંજના છ વાગ્યાના સુમારે ભીખાભાઈ તેરમા અને મોદણબહેન નામની મહિલા પોસીના માજા પિપણા રોડ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલી જીપે બાઈકને અડફેટે લઈ ટક્કર મારતા બાઈકચાલક અને મહિલા બંને જીપ નીચે અાવી જતાં ગંભીર ઈજા થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

અા ઉપરાંત જામુઘોડા નજીક કોહિવાવ ગામે મરણ પ્રસંગે હાજરી અાપી ૨૫ વ્યક્તિઓ ટ્રેક્ટરમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતાં ૨૦ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તમામને જામુઘોડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like