બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે પિતરાઈ ભાઈનાં મોત

અમદાવાદ: હિંમતનગર રોડ પર બે બાઈક સામસામે અથડાતાં રોડ પર પટકાયેલા બે યુવાનો પર ટ્રક ફરી વળતાં બંનેના કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે ગઈ કાલે બપોરના સુમારે હિંમતનગર-તલોદ રોડ પર નવભારત ફેક્ટરી સામેથી વિજાપુર તાલુકાના સોજા ગામના રહીશ વીરેન્દ્રસિંહ ભારતસિંહ રાઠોડ અને મહોબતસિંહ અર્જુનસિંહ રાઠોડ નામના બે યુવાનો બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે અાવી રહેલા બાઈક સાથે અથડાતાં અા અકસ્માત થયો છે, જેમાં ઉપરોક્ત બંને યુવાનો રોડ પર પટકાયા હતા.

અા વખતે જ રોડ પરથી પસાર થઈ રહેલી એક ટ્રક રોડ પર પટકાયેલા અા બંને યુવાનો પર ફરી વળી હતી, જેમાં અા બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.  બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કા‌િલક અાવી પહોંચી બંને લાશોને પીએમ માટે હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં મોકલી અાપી હતી અને અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી હતી. અા અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like