યુટિલિટી અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બેનાં મોત, ૧૩ને ગંભીર ઈજા

અમદાવાદ: લીંબડી-રાજકોટ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે યુટિલિટી ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત અને ૧૩ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.  ચોટિલા નજીક અાવેલા અાણંદપર અને રાજપરાના કોળી પરિવારના સભ્યો યુટિલિટી ગાડીમાં રાજકોટ ખાતે કોઈ શ્રીમંત પ્રસંગમાં હાજરી અાપવા જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે સામેથી અાવી રહેલા ડમ્પર સાથે યુટિલિટી કાર અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો જેમાં નાનુબહેન હરજીભાઈ નામની મહિલા સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ૧૩ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને ચોટિલાના સરકારી દવાખાનામાં ખસેડવામાં અાવ્યા હતા.

અા ઉપરાંત ખેડબ્રહ્મા-પાલનપુર રોડ પર દાંતા નજીક ટુંડિયા ગામના પાટિયા પાસે એસટી બસના ચાલકે સ્ટિયરિંગપરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં ૧૩ મુસાફરોને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોચતા તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like