પૂરપાટ જતી ટ્રકે ચાર વાહનોને અડફેટે લીધાંઃ બે યુવાનોનાં મોત, બે ગંભીર

અમદાવાદ: શાપર-વેરાવળ રોડ પર કોટડા સાંગાણી ચોકડી નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી એક ટ્રકે ચાર વાહનોને અડફેટે લેતાં ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ષા અને ચાર બાઈકોને ઉલાળી નાખ્યા બાદ ટ્રકચાલક ટ્રક સાથે નાસી છૂટ્યો હતો. અા અકસ્માતમાં બે યુવાનોને ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી હતી.

શાપર-વેરાવળ રોડ પરથી સાંજના સુમારે પસાર થઈ રહેલી એક ટ્રક ક્રેઈન સાથે અથડાઈ હતી. અાથી ગભરાયેલા ડ્રાઈવરે ટ્રકને પૂરઝડપે ચલાવી નાસી છૂટવા પ્રયાસ કરતાં અા રોડ પર એક રિક્ષા અને બાઈક પણ ટ્રકની અડફેટે અાવી જતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજુભાઈ અરજણભાઈ બગથરિયા અને મનીષ ભગાભાઈ ગજેરા નામના બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે હિતેશ સાવલિયા સહિત બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાને પગલે ચોકડી નજીક લોકોના ટોળેટોળા ભેગા થતાં હોહા મચી ગઈ હતી.

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક બોલેરો જિપે રિક્ષાને અડફેટે લેતાં જોરદાર અકસ્માત થયું હતું જેમાં રિક્ષામાં બેઠેલા તમામ બાળકો બહાર ફંગોળાયા હતા જેમાં અાદિલ નામનું બાળક ૭૦ ફૂટ ધસડાયું હતું અને તેનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું અને ચાર બાળકોને ઈજા થઈ હતી. અા ઉપરાંત ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર દહેગામ નજીક પુરઝડપે પસાર થઈ રહેલી કારે બાઈકચાલક યુવાન અાત્મારામ નામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું.

You might also like