માર્ગ અકસ્માતમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિનાં મોતઃ ચારને ઈજા

અમદાવાદ: ધાનેરા, મૂળી અને કોટડા સાંગાણી નજીક બનેલા માર્ગ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણનાં મોત થયા હતા. જ્યારે ચારને ઇજા પહોંચી હતી. આ અંગેની વિગત એવી છે કે ધાનેરાના આલવાડા ગામ પાસેથી બાઇક પર પસાર થઇ રહેલી યુવતી નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. જ્યારે નાંદલા ગામ પાસે બનેલા બાઇકના અકસ્માતમાં ચાર વ્યકિતને ઇજા પહોંચી હતી.

રાજકોટ કોટડા સાંગાણી રોડ પર બોલેરો અને બાઇક વચ્ચેે અકસ્માત થતાં બાઇકસવાર દીપક મગનભાઇ વ્યાસ નામના યુવાનનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર-મૂળી રોડ પર શેખપર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં શેખપર ગામે રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા કિરણભા મૂળજીભાઇ ચાવડાનું મોત થયું હતું. પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like