અકસ્માતની વણજારઃ જુદાં જુદાં સ્થળે ત્રણ દંપતીનાં મોતઃ અાઠથી વધુને ગંભીર ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ દંપતીનાં મોત થયાં હતાં જ્યારે અાઠને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રાજકોટના નિલકંઠ પાર્ક ખાતે રહેતા કારખેનેદાર રાજેશભાઈ ઉઘાડ તેમના પત્ની અારતીબહેન અને હૈદરાબાદથી અાવેલ તેમના મહેમાન સરિતાબહેન સહિત છ જણા કારમાં જૂનાગઢથી રાજકોટ અાવી રહ્યા હતા ત્યારે કોઠારિયા રોડ પર ટાયર ફાટતાં સર્જાયેલાં અકસ્માતમાં ઉપરોક્ત ત્રણેયનાં મોત થયાં હતાં જ્યારે ચારને ઈજા થઈ હતી. તળાજા રોડ પર ધારડી ગામ પાસેથી ભરતભાઈ પરમાર તેમનાં પત્ની નીતાબહેન અને પુત્રી શ્રદ્ધા બાઈક પર પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ટ્રકે ટક્કર મારતાં પતિ-પત્નીના ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે પુત્રીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવી છે.

અા ઉપરાંત રાજસ્થાનના જોધપુરના રહીશ ભરતભાઈ સોની અને તેમના પત્ની મમતાબહેન પરિવારના બીજા બે સભ્યો સોમનાથથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વીરમગામ રોડ પર ગેથડા હનુમાન નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ભરતભાઈ અને તેમની પત્નીનું મોત થયું હતું. જ્યારે બેને ઈજા થઈ હતી. પોલીસે અા અંગે અકસ્માતનાં ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like