અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર માર્ગ અકસ્માતોના બનાવમાં ત્રણ યુવતી સહિત સાત વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે નવ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.
અા અંગેની વિગત એવી છે કે શહેરના વટવા વિસ્તારમાં રહેતા એક વણિક પરિવારના સભ્યો કોઈ કામ અર્થે વડોદરા ગયા હતા. અા પરિવારના સભ્યો વડોદરાથી અમદાવાદ કારમાં પર અાવી રહ્યા હતા ત્યારે એક્સપ્રેસ હાઈવે પર સામરખા ચોકડી નજીક સામેથી પુરઝડપે અાવી રહેલી ટ્રકે કારને અડફેટે લઈ ટક્કર મારતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃંદાબહેન અને શીલાબહેન નામની બે મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માળિયા-મિયાણાં રોડ પર રાયસંગ ગામના પાટિયા પાસે બે બાઈક સામસામે અથડાતાં થયેલા અકસ્માતમાં અાશિષ નારણભાઈ તેમજ અન્ય એક અજાણ્યા યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક નાળા પાસે કાર પલટી ખાઈ જતાં કારચાલક ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલના પત્ની મંજુલાબહેનનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. અા પરિવાર શ્રીનાથજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અા ઘટના બની હતી.
હળવદ રોડ પર અમદાવાદ તરફથી જઈ રહેલ કારની અડફેટે અાવી જતાં ધીરુભાઈ ચગુભાઈ નામના અાધેડનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર પલટી ખાઈ જતાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જામનગર-જામકંડોરણા રોડ પર મોરપર ગામના પાટિયા પાસે કારની ટક્કર વાગતાં મૂકેશ નટુભાઈ રૂપાપરા નામના યુવાનનું મોત થયું હતું જ્યારે તેના પુત્રને ગંભીર ઈજા થઈ હતી.
(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીિત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…
(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…