બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સાતના મોત

પાટણ: પાટણનાં રાધનપુર તાલુકાનાં સીનાડ ગામનાં પાટીયા નજીક ગઇકાલે મોડી સાંજે બોલેરો કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં સાત લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકો રાજસ્થાનનાં શક્કરગઢનાં રહેવાસી હતાં. રાધનપુર પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૃ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના સિનાક ગામ પાસેથી રાજસ્થાન પાસિંગની એક બોલેરો કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાનમાં સામેથી એક આઈસર ટ્રક માતેલા સાંઢની જેમ આવી હતી અને ધડાકા ભેર બોલેરો કાર સાથે અથડાઈ હતી.અકસ્માત થતાં જ રોડ પર ચિચિયારીઓ ગુંજી હતી.

બોલેરો કારમાં બેઠેલાં સાત લોકોમાંથી પાંચ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.  જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બનાવની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરાતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ તમામ મૃતકો રાજસ્થાનનાં શક્કરગઢનાં રહેવાસી છે અને તેમના પરિવારજનો જાણ કરવામાં આવી છે. અકસ્માત બાદ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતા આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

You might also like