ટ્રકે માતા-પુત્રને અડફેટે લેતાં પુત્રનું મોતઃ વિફરેલા ટોળાંએ ટ્રક સળગાવતા તંગદિલી

અમદાવાદ: ગોધરા રોડ પર ઝાડેશ્વર ચોકડી નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રકે રાહદારી માતા-પુત્રને અડફેટે લેતાં પુત્રનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાના પગલે એકત્ર થયેલા લોકોના ટોળાએ ઉશ્કેરાઈ જઈ ટ્રકને સળગાવી નાખતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અા અંગેની વિગત એવી છે કે ગોધરા રોડ પર કાકરપુર નજીક ઝાડેશ્વર ચોકડી પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રકે લીલાબહેન અને તેના પુત્ર અજયને અડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી અજયનું મોત થયું હતું જ્યારે લીલાબહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાના પગલે એકત્ર થયેલા લોકોના ટોળાએ ટ્રકને અાગ ચાંપી સળગાવી નાખતાં મામલો ગંભીર બન્યો હતો. પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ટોળાને વિખેરી નાખી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અા ઉપરાંત મેઘરજ-ખોખરિયા રોડ પર છકડો અને છોટા હાથી વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ છોટા હાથી પલટી ખાઈ જતાં છોટા હાથીમાં બેઠેલ મુસાફરો પૈકી ૧૬ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી ત્રણની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like