કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ વ્યક્તિનાં મોત

અમદાવાદ: દાંતીવાડા વાઘરોડ નજીક ચિત્રાસણી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણાનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં જ્યારે બેની સ્થિતિ અત્યંત નાજૂક હોવાનું જાણવા મળે છે.  અા અંગેની વિગત એવી છે કે ગઈ કાલે વાઘરોડ રામસીડા ગામ વચ્ચે ચિત્રાસણી માર્ગ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક સામેથી અાવી રહેલી લકઝુરિયસ કાર સાથે જોરદાર ધડાકા સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિના ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જેમાં શાહિદ જહાંગીર કુરેશી, રમેશ પુસ્તાજી માજીરાણા અને ટ્રકચાલકનો સમાવેશ થાય છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક ખસેડવામાં અાવી હતી જ્યાં બંનેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત રાજકોટ-લીંબડી હાઈવે પર પાણશિણા નજીક કાનપુરા ગામના પાટિયા પાસે ટાઈલ્સ ભરેલી ટ્રક પલટી ખાઈ જતાં અાકાશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ અને રંજન દયારામભાઈ લકુમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રકમાં બેઠેલ દસ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અા ઘટનાને પગલે રોડ પરનો ટ્રાફિક પણ કલાકો સુધી જામ થઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like