વડોદરા: ગોલ્ડન ચોકડી પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનાં મોત

વડોદરમાં આવેલ ગોલ્ડન ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહીતી મુજબ વડોદારના ગોલ્ડન ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલ્ડન ચોકડીપાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતા એકસીડન્ટ થયો હતો.

રોડ પર ઉભેલી ટ્રકમાં કાર ધડાકાભેર ટકરાઇ હતી. આ દૂર્ઘટનામાં એક જપરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

You might also like