માર્ગ અકસ્માતોની વણજારઃ પિતા-પુત્ર સહિત છ લોકોનાં મોત, અનેકને ઈજા

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઈવે પર માર્ગ અકસ્માતોની અનેક ઘટના બનતા પિતા પુત્ર સહિત છ વ્યક્તિના મોત થયાં હતાં જ્યારે અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે ગુના દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે કોડીનાર રોડ પરથી પિતા-પુત્ર નારણભાઈ પૂંજાભાઈ રાઠોડ અને હિમાલય બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ઈન્ડિકા કારે બાઈકને અડફેટે લેતાં બંને પિતા-પુત્રના મોત થયાં હતાં. કુવાડવા રોડ પર ત્રમ્બા ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાલુભાઈ વાલાભાઈ ડાભી અને વસ્તાભાઈ મંગાભાઈ નામના બે અાધેડનો ભોગ લેવાયો હતો. કાળુભાઈ બોડિયા પુલ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારચાલકે તેમને ટક્કર મારી હતી. જ્યારે વસ્તાભાઈ બાઈક પર રામપર બેટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતા મોત નિપજ્યું હતું.

જ્યારે નવસારી રોડ પર અમરાપોર ગામ પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતાં ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બસમાં બેઠેલા ૨૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા તમામને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અા ઉપરાંત અાજે વહેલી સવારે બોટાદ રોડ પર અાવેલા બાબરકોટ પાસે ટ્રક અને પિયાગો પેસેન્જર રિક્ષા વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત થયાં હોવાનું જાણવા મળે છે.
http://sambhaavnews.com/

You might also like