ડભોઈ-તિલકવાડા રાજ્ય ધોરી માર્ગ પર ચાર સાઈકલસવારો પર ટેન્કર ફરી વળ્યુ

અમદાવાદ: ડભોઈ-તિલકવાડા રોડ પર વડજ-૨ નજીકથી સાઈકલ પર પસાર થઈ રહેલા ચાર યુવાનો પર ટેન્કર ફરી વળતા ત્રણનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તે સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ અત્યંત નાજૂક હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે ડભોઈ-તિલકવાડા રોડ પર અાવેલ વડજ-૨ વસાહતમાં રહેતા દિલીપ ગુગજીભાઈ વસાવા, નીતેશ કેશુભાઈ વસાવા, કમલેશ રામસિંહ વસાવા અને સાગર હમસિંહભાઈ વસાવા અામ ચાર જણા વસાહતના નાકેથી રોડ પર ચઢી સાઈકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે અાવી રહેલું ટેન્કર અા ચારેય પર ફરી વળતા દિલીપ વસાવા, નીતેશ વસાવા અને કમલેશ વસાવાનાં ગંભીર ઈજા થવાને કારણ મોત થયાં હતાં જ્યારે સાગરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ટેન્કરચાલકે ટેન્કર ઊભી ન રાખી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર ધરમપુરી નજીક કબીર મંદિર પાસે વડના મોટા વૃક્ષ સાથે અથડાતાં ટેન્કરનો પણ ફૂરચો બોલી ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાકિલ પહોંચી જઈ ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાપી અા અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like