Bhavnagar: બાવલિયારી નજીક સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, 19 લોકોનાં મોત

ભાવનગર જિલ્લામાં 3 મહિનામાં બીજો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અગાઉ પણ જાનૈયાથી ભરેલી ટ્રક રંઘોળા પાસે નાળામાં ખાબકી હતી જેમાં 26 જાનૈયાના મોત થયા હતા જ્યારે અંદાજે 35ને ઇજા પહોંચી હતી. ત્યારે આજરોજ ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે.

આ દૂર્ઘટના ભાવનગર-અમદાવાદ હાઇવે પર બની છે. જેમાં દૂર્ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રક પર 25 લોકો સવાર હતા. આ ટ્રક બાવલિયારી નજીક પલટી જતાં 19 લોકના મોત થયા છે. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ નીચે દટાઇ જતાં ઘટનાસ્થળે જ 19 લોકોના મોત નિપજયાં છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ મૃતકો ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર અને આસપાસના રહેવાસી છે. મૃતકોમાં 12 મહિલા, 4 પુરૂષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.

ભાવનગર અકસ્માત મૃતકોનો નામ…
1- કાજલબેન બારૈયા, ઉંમર- 22 વર્ષ રહે.તળાજા
2- શોભાબેન મેર- ઉ.32 રહે.સરતાનપર, તા.તળાજા
3- ભોલુ મેર, ઉ.6 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
4- પાયલબેન બારૈયા, ઉ.25 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
5- ભોલુભાઈ ડાભી, ઉ.14 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
6- મમતાબેન ચૌણાણ- ઉ.17 વર્ષ, રહે. તળાજા
7- હરીભાઈ બારૈયા, ઉ.28 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
8- કાનુબેન વેગડ, ઉ.50 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
9- લખીબેન મકવાણા, ઉ.52 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
10- હંસાબેન બારૈયા- ઉ.40 વર્ષ, રહે.તળાજા
11- કૈલાસબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
12- આશાબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
13- લાભુબેન વેગડ, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
14- મયુરભાઈ ડાભી, ઉ.33 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
15- કમલેશભાઈ ડાભી, ઉ.12 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
16- હીરલબેન વેગડ, ઉ.13 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
17- મઘુબેન ચુડાસમા, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
18-ભુરાભાઈ મકવાણા, ઉ.50 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા

આ અગાઉ ભાવનગર જિલ્લામાં રાજકોટ-ભાવનગર રોડ પર બોટાદ નજીક રંઘોળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી કોળી પરિવારની જાન ટ્રકમાં પસાર થઇ રહી હતી ત્યારે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 26 જાનૈયાના મોત થયા હતા.

divyesh

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

20 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

20 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

20 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

20 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

20 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

20 hours ago