ચીમનભાઈ પટેલ બ્રિજ પર રિક્ષાને વાહનની ટક્કરઃ રિક્ષાચાલકનું મોત

અમદાવાદ: શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પુરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવાના બનાવો અટકવાનું નામ નથી લેતા. શહેરના સાબરમતીના ચિમનભાઇ પટેલ બ્રિજ પર ગત રાત્રે અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલટી ગઇ હતી અને રિક્ષાચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાબરમતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

શહેરના જૂના વાડજ વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ પાસે આવેલા બાબાભાઇ રબારીના મકાનમાં દિલીપભાઇ ગોવિંદભાઇ ચાૈહાણ (ઉં.વ. ૪૬) તેમના પરિવાર સાથે રહે છે. ગત રાત્રે તેમનો પુત્ર વિશાલ ચૌહાણ (ઉં.વ.૧૮) ઓટો‌િરક્ષા લઇ પાવર હાઉસથી સુભાષબ્રિજ તરફ જતો હતો ત્યારે ચીમનભાઇ બ્રિજ ઉપર પુરઝડપે અજાણ્યું વાહન આવ્યું હતું અને વિશાલની રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં રિક્ષાચાલક વિશાલને શરીરના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

અકસ્માત થતાં લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. વિશાલના પ‌િરવારજનોને જાણ કરાતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વિશાલના પિતાની ફરીયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like