ઊંઝા નજીક અાવેલા ભુણાવ રોડ પર રિક્ષા પલટી ખાઈ જતાં એક યુવતીનું મોત

અમદાવાદ: ઊંઝા નજીક અાવેલા ભુણાવ ગામ પાસેના રોડ પર મુસાફરો ભરેલી રિક્ષા પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવતીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પાંચ મુસાફરો ગંભીરપણે ઘાયલ થતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે સિદ્ધપુર તાલુકાના દેથલી ગામના ગીતાબહેન ઠાકોર તેમના સગા-સંબંધીઓને લઈ લોકાચાર માટે રવિપુર ગામે રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા ત્યારે ભુણાવ ગામ પાસે રિક્ષાચાલકની બેદરકારીના કારણે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અા અકસ્માતમાં ગીતાબહેનનું મોત થયું હતું. જ્યારે પાંચને ઈજા પહોંચી હતી.

અા ઉપરાંત રાજકોટ-જેતપુર રોડ પર જૂનાગઢ ચોકડી પાસે બાઈક પર પસાર થઈ રહેલા જૂનાગઢના વતની હરદાસભાઈ પટેલ અને તેમના પત્ની હર્ષિતાબહેનને બેફામ ઝડપે અાવેલી એક કારે અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અા દંપતી રોડ પર ફંગોળાઈ હતી. જેમાં ગંભીર ઈજા થવાના કારણે હર્ષિતાબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે હરદાસભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

You might also like