પંચમહાલ : નર્સિંગની વિદ્યાર્થિનીઓને નડ્યો અકસ્માત, પાંચના મોત

પંચમહાલ: નર્સિંગની વિદ્યાર્થિનીઓ જ્યારે બારડોલી ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે તૂફાન ગાડી એક ઝાડ સાથે ટકરતાં ચાર વિદ્યાર્થિનીઓના ઘટના સ્થળે મોત નિપજયાં હતા. જ્યારે એક વિદ્યાર્થિનીનું સારવાર દરમિયામન મૃત્યુ થયું હતું. આ ગમખ્વાર અકસ્માત રોડ પર સર્જાતા આજુબાજુના રહેવાસીઓ ઝડપથી દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ઘાયલોને ખસેડવામાં મદદ કરી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 13 વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં વિદ્યાર્થિનીઓ સહિત બે વાલીઓ અને ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલ તમામ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like