મુંબઇ-પુણે હાઇવે પર સર્જાયો અકસ્માત

મુંબઇ : મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર બે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાસ 20 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં મળતા અહેવાલ મુજબ 17 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 7 મહિલા અને 1 બાળકનું પણ મોત થયું છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યા હજી પણ વધે તેવી શક્યતા છે.

ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે દૂર્ઘટના કયા કારણોસર થઇ છે તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સૂત્રોને મળતી જાણકારી મુજબ બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ 20 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી હતી.

You might also like