માર્ગ અકસ્માતમાં બે યુવતી સહિત ચાર વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: સુરતના પારડી અને કડોદરા નજીક બનેલી માર્ગ અકસ્માતની બે ઘટનામાં બે યુવતી સહિત ચાર વ્યક્તિનાંં મોત થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. સુરતના કડોદરા રોડ પર અાવેલ કેન્સર હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલ બે યુવતીઓને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાંં બંને યુવતીના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ અકસ્માત સર્જનાર વાહનને પકડી પાડવા પીછો કર્યો હતો પરંતુ વાહનચાલક પુરઝડપે નાસી છૂટ્યો હતો.
અા ઉપરાંત પારડી હાઈવે પર સુરત જવાના ટ્રેક પરથી પુરઝડપે પસાર થઈ રહેલ બાઈકસવારને ટ્રકે ટક્કર મારતા બાઈક વીજ પોલ સાથે અથડાતા અા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર જઈ રહેલ ત્રણ યુવાન પૈકી બેનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

અા યુવાનું નામ કિશન ભીમજી ગોહિલ અને રોશન મહેન્દ્રસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યાે છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like