લાલૂના ત્યાં દરોડના વિરોધમાં BJP ઓફિસ પર RJDનું પ્રદર્શન

પટના: આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના ઘરે મંગળવારે પડેલા દરોડા બાદ દેશનું રાજકારણ ગરમ થઇ ગયું છે. બુધવારે પટનામાં આરજેડી કાર્યકર્તા ભાજપ ઓફિસ બહાર હંગામો કરવા પહોંચ્યા છે. કાર્યકર્તાઓએ ત્યાં ભાજપના નેતા સુશીલ મોદી વિરુદ્ધ નારેબાજી કરી અને વિરોધ દાખલ કરાવ્યો. હંગામા દરમિયાન કાર્યકર્તાઓએ ત્યાં હાજર ગાડીઓમાં પણ તોડફોડ કરી.

આ દરમિયાન ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓમાં પથ્થરબાજી પણ થઇ. આરજેડીના ઘણા કાર્યકર્તા અને પોલીસો પણ સામસામે આવી ગયા. જાણવા મળી રહ્યું છે કે પ્રદર્શન દરમિયાન 100 થી વધારે કાર્યકર્તા હાજર હતા.

નારાજ છે લાલૂના સમર્થક આરજેડી કાર્યકર્તાના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતાં બિહારના નેતા મંગલ પાંડેએ કહ્યું કે લાલૂની વિરુદ્ધ ભ્રષ્ટાચારની બાબતમાં કાર્યવાહી થઇ રહી છે. એનાથી લાલૂના સમર્થક નારાજ છે અને નારાજગીમાં એ પાર્ટી કાર્યાલય બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

22 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઇન્કમટેક્સ વિભાગે 1000 કરોડની ગેરકાયદે સંપત્તિ બાબતે મંગળવારે લાલૂ યાદવ અને એમના પરિવાર અને સહયોગીના 22 સ્થળો પર કાર્યવાહી કરી હતી. ભાજપ નેતા સુશીલ મોદી ગેરકાયદે સંપત્તિ બાબતમાં છેલ્લા ઘણા સમયથી લાલૂની વિરુદ્ધ ખુલાસા કરતાં આવ્યા છે. મંગળવારે પાડવામાં આવેલા દરોડાને આરજેડીએ બદલાની કાર્યવાહી કહી.

http://sambhaavnews.com/

You might also like