સગીરા પર બળાત્કાર ગુજારનાર RJD ધારાસભ્ય ફરાર

પટના : બળાત્કારનો આરોપ લાગ્યા બાદ રાજદનાં ધારાસભ્ય રાજવલ્લભ પ્રસાદની ધરપકડ માટેનાં ડીઆઇજીએ આદેશો આપ્યા હતા. પીડિત યુવતી દ્વારા ફરિયાદ દાખલ થયા બાદ અને ઓળખથયા બાદ પોલીસ દ્વારા વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે આ સમય દરમિયાન આરોપી ધારાસભ્ય ફરાર થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, નાલંદાનાં ધારાસભ્ય પર એક યુવતી દ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર 6 ફેબ્રુઆરીએ એક મહિલાએ ધારાસભ્યની બર્થડે પાર્ટીનાં બહાને પાડોશી યુવતીને સાથે લઇ ગઇ હતી. મહિલાએ ત્યાં જઇને યુવતી ધારાસભ્યને સોંપી દીધી હતી. બદલામાં ધારાસભ્યએ તેને 30 હજાર આપ્યા હતા. ધારાસભ્યએ આખી રાત તેનો બળાત્કાર કર્યો હતો. મહિલાએ બળાત્કારનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો દેખાડીને ફરિયાદ નહી કરવા માટે તેનાં પર દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી મહિલા સુલેખા પર સેક્સ રેકેટ ચલાવવાનો પણ આરોપ છે.
મહિલાએ યુવતીને ધમકી આપી હતી કે જો કોઇને આ ઘટનાં અંગે જાણ કરીશ તો એમએમએસ જાહેર કરીશ. જો કે યુવતી આટલાથી નહી ડરે તેવું લાગતા તેણે તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. 15 વર્ષની સગીરાએ 8 ફેબ્રુઆરીએ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. પીડિત યુવતી પોતાની બે બહેનો અને નાના ભાઇ સાથે રહે છે અને 10માં ધોરણમાં અભ્યાસ કરે છે.

You might also like