પિતા લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં તેજપ્રતાપની 5-સ્ટાર હોટેલમાં સગાઈ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજ પ્રતાપ અને ઐશ્વર્યા રાયની સગાઇના ફોટા સામે આવી ગયા છે. પટનાની મૌર્ય હોટલમાં આયોજિત રિંગ સેરેમનીમાં માત્ર પરિવારના નજીકના સંબંધીઓ હાજર હતા. સગાઇની રસ્મો રાબડી દેવી એખલી નિભાવી રહી છે. ઘાસકોંભાડ કેસમાં દોષી લાલૂ પ્રસાદ પુત્રની જીંદગીની ખાસ ક્ષણોમાં સામેલ થઇ શક્યા નહીં.

બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને RJD નેતા તેજ પ્રતાપના લગ્ન બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા પ્રસાદ રાયની પુત્રી અને પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાયની થઇ રહી છે.

લાલૂ યાદવનો મોટો પુત્ર તેજપ્રતાપ યાદવની થનારી પત્ની ઐશ્વર્યા સ્ટાઇલિશ હોવાની સાથે ફરવાની પણ ખૂબ જ શોખીન છે. જો કે તેજપ્રતાપ માત્ર 12મું પાસ છે જ્યારે ઐશ્વર્યાએ એમબીએ કર્યું છે.

તેજપ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાયે પોતાના ડ્રેસ કલર કોઓર્ડિનેટ કર્યા છે. તેજપ્રતાપએ એક બાજુ વાદળી રંગનો સૂટ પહેર્યો છે, તો ઐશ્વર્યા વાદળી રંગના ગાઉનમાં નજરે જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં લાલૂ દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ છે જ્યાં એમની સારવાર થઇ રહી છે. લગ્ન નક્કી થયા બાદ તેજપ્રતાપે દિલ્હીમાં જઇને પિતાના આશીર્વાદ લીધા હતા. 12 મેના રોજ તેજ પ્રતાપ અને ઐશ્વર્યા રાયના લગ્ન થશે.

You might also like