લાલુના શક્તિ પ્રદર્શનમાં એકઠા થયા દિગ્ગજ, શરદ પણ પહોંચ્યા

મહાગઠબંધન ટૂટ્યા બાદ આરજેડી પ્રમુખ લાલુ યાદવ દ્વારા પહેલી વખત શક્તિ પ્રદર્શન તરીકે પટનાના ગાંધી મેદાનમાં બોલાવવામાં
આવેલી ‘દેશ બચાવો ભાજપ ભગાવો રેલી’ માં વિપક્ષના તમમા દિગ્ગજ એકઠા થયા. લાલૂ યાદવના આયોજનમાં જેડીયૂથી બળવાખોર
થયેલા શરદ યાદવ પણ હોંચી ગયા અને લાલુને ગળે લગાવીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

શરદ ઉપરાંત સપા અધ્યક્ષ અને યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ સ્ટેજ પર પહોંચ્યા છે. આ ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના
નેતા અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પણ લાલુને સમર્થ આપવા પહોંચ્યા. આમ તો રેલીમાં તમામ દિગ્ગજ પહોંચ્યા પરંતુ બધાની નજર શરદ યાદવ પર જ હતી કારણ તે જેડીયૂ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો શરદ યાદવ લાલુની રેલીમાં જાય છે તો એમને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

નીતીશની ચેતાવણીની અવગણના કરીને શરદ રેલીમાં પહોંચ્યા અને ખુલ્લેઆમ લાલુને સમર્થનનો સ્વીકાર કર્યો. જેડીયૂના પૂર્વ અધ્યક્ષ રહેલા શરદ યાદવએ રેલી પહેલા જ પોતાના ઇરાદા એવું કહીને સ્પષ્ટ કરી દીધું હતું કે સાચા જેડીયૂ નીતીશ કુમાર વાળી નહીં પરંતુ એમના વાળી છે.

જણાવી દઇએ કે રેલી માટે લાલુ યાદવ ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા હતા. રેલીના બહાને એમની ઇચ્છા વિપક્ષને એકત્રિત કરવાની
હતી અને ભાજપ વિરુદ્ધ પણ મોટા આંદોલનને શરૂ કરવાની હતી. આ ઉપરાંત એ આ રેલીના બહાને પોતાના પુત્ર તેજસ્વી યાદવને
પોતાની રાજકીય વિરાસત સોંપવાની તૈયારી કરી ચૂક્યા હતા. તેજસ્વીને સતત પ્રમોટ કરી રહેલા લાલુ યાદવ માટે તેજસ્વીને આગળ
વધારવાનો એનાથી સારો મંચ કોઇ હોઇ શકે નહીં.

http://sambhaavnews.com/

You might also like