મચ્છરની માફક છે ભાજપ અને આરએસએસ: લાલૂ

પટના: બિહારમાં સત્તાના સારથી બનેલા રાષ્ટ્રીય જનતા પાર્ટીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે કેન્દ્રમાં સત્તાધીન ભાજપની તુલના મચ્છર સાથે કરી છે. ગુરૂવારે ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે બંને મચ્છર માફક છે.

સાપ્રદાયિકતાને ભાજપની પૂંજી ગણાવતાં લાલૂ પ્રસાદે કહ્યું કે ‘ જે પ્રકારે મચ્છર પથારીમાંથી નિકળીને લોકોને કરડે છે, તે પ્રકારે ભાજપના નેતા રોજ નવી-નવી અફવાઓ ફેલાવી રહ્યાં છે. ભાજપ અને આરએસએસ મચ્છર માફક છે.’

તેમણે આગળ કહ્યું હતું કે ‘સાંપ્રદાયિકતા ભાજપની એકમાત્ર પૂંજી છે અને રાજકીય લાભ લેવા માટે સમય-સમય પર તેનો ઉપયોગ કરે છે. ભાજપના લોકો અફવા ફેલાવી રહ્યાં છે કે આ સરકાર ઢળી પડશે.’

આરજેડી પ્રમુખે કહ્યું હતું કે બિહાર સરકારના વિકાસના કાર્યોને જોઇ વિરોધીઓને મચ્છર કરડે છે. આ પક્ષ રોજ-રોજ નવી અફવાઓ ફેલાવી રહ્યાં છે. લાલૂએ કહ્યું કે ’15 જાન્યુઆરી બાદ અમે પીપોડી વગાડીને લોકોને સત્ય કહેવા નિકળીશું.’

You might also like