સુપ્રીમમાં લાલુ યાદવને ઝટકોઃ ગુનાઈત સાજિશનો કેસ ચાલશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને એક મોટો ઝટકો આપતાં સીબીઆઈની અરજી માન્ય રાખીને તેમની વિરુદ્ધ રૂ. ૯૦૦ કરોડના ઘાસચારા કૌભાંડમાં ગુનાહિત ષડયંત્ર (ક્રિમિનલ કોન્સિપિર્સી) ગુનાહિત ષડયંત્ર રચવાનો કેસ ચલાવવાનો આદેશ કર્યો છે. સુપ્રીમના ચુકાદાના પગલે ઘાસચારા કૌભાંડમાં હવે અલગ અલગમાં લાલુપ્રસાદ યાદવ સામે ખટલો ચાલશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની દલીલ માન્ય રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક ખાનગી ચેનલ દ્વારા શાહબુદ્દીન સાથે જેલમાં વાતચીત કરનાર લાલુ યાદવની ટેપનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે.

આ કેસમાં લાલુ યાદવ વિરુદ્ધ ત્રણ વધુ મામલામાં ખટલો અગાઉથી ચાલી રહ્યો છે. આ અગાઉ ઝારખંડ હાઈકોર્ટે સાિજશ અને અન્ય કલમ હટાવી દીધી હતી અને તેથી લાલુ યાદવે એવી દલીલ કરી હતી કે એક જ મામલામાં અલગ અલગ કેસ ચાલી શકે નહીં.

સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો અને જણાવ્યું હતું કે ગુનાહિત સાજિશનો કેસ ચાલવો જોઈએ અને સાથે સાથે અલગ અલગ કેસ ચાલવા જોઈએ, કારણ કે દરેક કેસમાં લાલુ યાદવની અલગ અલગ ભૂમિકા છે. હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈની દલીલનો સ્વીકાર કરી લીધો હોવાથી લાલુ યાદવ સામે ગુનાહિત કાવતરાનો કેસ તો ચાલશે જ અને સાથે સાથે તેમની વિરુદ્ધ આ કૌભાંડ સંબંધિત અલગ અલગ કેસ પણ ચાલશે.

લાલુ યાદવ સામે છ અલગ અલગ કેસ પડતર છે અને તેમાંથી એક કેસમાં તેમને પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે અને મામલો હાલ હાઈકોર્ટમાં અનિર્ણિત છે. આ અગાઉ ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડ અંગે કોર્ટે 20 એપ્રિલે ચુકાદો સ્થગિત રાખ્યો હતો તેમજ આ કેસમાં સંબંધિત તમામ પક્ષકારોને એક સપ્તાહમાં માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

આ મામલે રાજદના વડા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી અંગે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘાસચારા કૌભાંડમાં જેલની સજા થતાં લાલુ યાદવે આ ચુકાદાને કોર્ટમાં પડકાર્યો છે. 1990માં થયેલું આ કૌભાંડ બિહારના પશુ પાલન વિભાગ સાથે સંકળાયેલું છે. તે સમયે લાલુ યાદવ બિહારના મુખ્યપ્રધાન હતા.

બીજી તરફ આ કૌભાંડમાં ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ યાદવ સામે દાખલ થયેલી એફઆઈઆરને હટાવી દેવા આ મામલાને પડકારતી અરજી અંગે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સીબીઆઈએ તેની અપીલમાં હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર્યો હતો, જેમાં લાલુ યાદવ સામે ટ્રાયલ કોર્ટમાં માત્ર બે કલમ હેઠળ જ સુનાવણી કરવા મંજૂરી આપવામાં આવી હતી. સીબીઆઈએ આ ચુકાદાને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે સીબીઆઈની દલીલ આજે માન્ય રાખીને લાલુ યાદવને મોટો ફટકો આપ્યો હતો.
http://sambhaavnews

You might also like