આરજે કૃણાલ દેસાઈને સાબરમતી જેલમાં મોકલાયો

અમદાવાદ: સચીન ટાવર પરથી ભૂમિએ કરેલ આત્મહત્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા રેડિયો મિર્ચીના આરજે કૃણાલના આજે રિમાન્ડ પૂરા થતાં આજે જિલ્લા કોર્ટમાં સવારે સાડા અગિયાર વાગ્યે રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડની માગણી ન કરતાં કોર્ટે કૃણાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. ભૂમિનાં સાસુ પુષ્પાબહેન અને સસરા ઈશ્વરભાઈ દેસાઈએ પોલીસ ધરપકડથી બચવા માટે અમદાવાદ જિલ્લા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં તપાસનીશ અધિકારી અને ભૂમિનાં માતા-પિતા આગોતરા જામીન નહીં આપવા માટે એફિડે‌િવટ કરી હતી.

સેટેલાઈટમાં સચીન ટાવરના દસમા માળેથી ભૂમિ દેસાઈ (પંચાલ)એ 21મી જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. આનંદનગર પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનાે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસીપીએ ચાર દિવસની તપાસમાં સંખ્યાબંધ નિવેદનો લઈને આરજે કૃણાલ અને તેનાં માતા-પિતા સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. કૃણાલ નાટકીય ઢબે 27મી જાન્યુઆરીના રોજ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતાં કૃણાલને બપોરના સાડા અગિયાર વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

You might also like