‘રાગિણી MMS રિટર્ન્સ’ માં રિયા સેન બની બોલ્ડ, બિકિની ફોટો Share કર્યો

રિયા સેને ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કરી લીધાં હતાં. હાલમાં તે રૂપેરી પરદેથી દૂર છે, પરંતુ એએલટી બાલાજીની વેબ સિરીઝ ‘રાગિણી MMS રિટર્ન્સ’માં કામ કરવાને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ બોલ્ડ છે.

હંમેશાં પોતાનો હોટ ફોટો શેર કરનારી રિયાએ તાજેતરમાં પોતાનો જન્મદિવસ મનાવ્યો. જન્મદિવસ પહેલાં રિયાએ ઇન્સ્ટાગ્રામ પર બિ‌કિનીમાં પોતાના બોલ્ડ ફોટો શેર કરતાં લખ્યું કે પોતાની અંદરની આગ માટે ક્યારેય માફી ન માગો. આમ તો તે બોલિવૂડની એવી હીરોઈનોમાંથી એક છે. તે એક્ટિંગથી વધુ પોતાના એમએમએસ માટે ચર્ચામાં રહી છે. ફિલ્મ સ્ટાઈલથી ડેબ્યૂ કરનારી રિયા જાણીતી અભિનેત્રી સૂચિત્રા સેનની પૌત્રી અને મૂનમૂન સેનની પુત્રી છે.

અમિષા પટેલના ભાઈ અસ્મિત પટેલ અને રિયાના એક અશ્લીલ એમએમએસએ એક જમાનામાં સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો ત્યારે અસ્મિત સાથે રિયાનો વાઇરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. ૯૦ સેકન્ડના આ વીડિયોમાં આ કપલ એવી અવસ્થામાં જોવા મળ્યું હતું કે બાદમાં બંનેઅે સામે અાવીને સ્પષ્ટતા કરવી પડી હતી.

અસ્મિત અને રિયા વર્ષ ૨૦૦૫માં નજીક આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે અફેરની અફવાઓ ચાલી. બજાર ગરમ હતું એ સમયે બંને વાસુ ભગનાનીની ફિલ્મ ‘સિલસિલે’માં જોવા મળ્યાં હતાં. એવું પણ કહેવાતું હતું કે આ વીડિયો ખુદ અ‌િસ્મતે ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. તેની પાછળનું કારણ લોકપ્રિયતા મેળવવાનું હતું.

You might also like