સાબરમતી રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવાની કામગીરી શરૂ

અમદાવાદઃ શહેરના હાર્દ સમા રિવરફ્રન્ટને વધારે લાંબો કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે. આવનારા થોડા સપ્તાહમાં સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) નદીના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. નદીની બંને બાજુ 200 મીટર જેટલા વિસ્તારનો સર્વે કરવામાં આવશે. આ સર્વેનું ફોકસ એ બાબત પર રહેશે કે આ જમીન રિક્લેઈમ કરવી પડી છે કે નહિં. SRDCLના અધિકારીઓએ જણાવ્યું કે રિવર ફ્રન્ટ પર કેટલાંક પ્રાઈવેટ પ્લોટ પણ છે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે તાજેતરમાં જ હાંસોલ પર બ્રિજ કમ ડેમ બાંધવાની પરવાનગી આપી દીધી છે. હાલના રિવરફ્રન્ટની પાણી સંગ્રહવાની ક્ષમતા 65 લાખથી 70 લાખ ક્યુબિક મીટર જેટલી છે. આ બંધથી ઇન્દિરા બ્રિજની આગળના વિસ્તારમાં પણ આટલું પાણી રોકી શકાશે. આ ઉપરાંત તે શહેર માટે 15 દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરવામાં પણ મદદરૂપ થશેશે. આ ડેમ વાસણા બેરેજની જેમ જ 4.6 મીટર સુધી પાણી રોકી શકશે. હાલનો રિવરફ્રન્ટ રિક્રિએશન ઝોન ઇન્દિરા બ્રિજ સુધી લંબાવી દેવાશે. જોકે SRFDCLના અધિકારીઓ જણાવે છે કે તે પાણીના પ્રવાહની વિરુધ્ધ દિશામાં જતું હોવાને કારણે અહીં ફરવાની જગ્યા બનાવવા માટે પૂરતી પહોળાઈ નથી. ગાંધીનગરમાં ઇન્દ્રોડા નજીક GIFT સિટી રિવરફ્રન્ટ અંગે શહેરી વિકાસ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ રિવરફ્રન્ટમાં ધરોઈ ડેમ છલકાય તો પાણી આવશે. “GIFT અને ઇન્દિરા બ્રિજ પણ સળંગ રિવરફ્રન્ટ સ્ટ્રેચમાં ડેવલપ કરી શકાશે.”

http://sambhaavnews.com/

You might also like