રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કમાં ફ્રી એન્ટ્રી બંધઃ ટિકિટ લેવી પડશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ કિનારા પર અેલિસબ્રિજથી ઇવેન્ટ સેન્ટર વચ્ચે રૂ.૧૮.૭પ કરોડના ખર્ચે નયનરમ્ય રિવરફ્રન્ટ ફલાવર પાર્કનું નિર્માણ કરાયું છે. જેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગત તા.૩ જાન્યુઆરી, ર૦૧૭એ કર્યું હતું. જેમાં અત્યાર સુધી મુલાકાતીઓ માટે મફત પ્રવેશ હતો. પરંતુ ગઇ કાલથી ધારણા મુજબ પુખ્તો માટે રૂ.ર૦ અને બાળકો માટે રૂ.૧૦ની પ્રવેશ ફી રખાઇ છે.

રિવરફ્રન્ટ પર ૩૮,પ૦૦ સ્કેવર મીટરની વિશાળ જગ્યા પર બનાવાયેલા ફલાવર પાર્કમાં આકર્ષક પ્રવેશ દ્વાર, ફુવારા, એમ્ફી થિયેટર, દેશ વિદેશના સાત હજાર ફૂલના છોડ સાથેનું ગ્રીન હાઉસ, પાણીમાં થતા છોડ સાથેનું તળાવ વગેરેએ મુલાકાતીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. ઉપરાંત ૭૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા છે. પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓમાં ફલાવર પાર્કે રીતસરનું ઘેલું લગાડ્યું છે. ગઇ કાલની રૂ.ર૦ સુધીની પ્રવેશ ફી નિર્ધારીત કરાઇ હોવા છતાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આકર્ષાશે તેવો તંત્રનો દાવો છે. ફલાવર પાર્કના કુલ ૩ ગેટ પૈકી એક અનેત્રણ પરથી મુલાકાતીઓને પ્રવેશ ફીની ટિકિટ અપાશે જ્યારે મુલાકાતીઓ ત્રણે ગેટમાંથી બહાર જઇ શકશે. દર સોમવારે પાર્ક બંધ રહેશે. આ સિવાયના દિવસોમાં સવારના દશથી રાતના દસ સુધી ખુલ્લો રહેશે.
http://sambhaavnews.com/

You might also like