રિવરફ્રન્ટ પાર્ક પાસે પણ બનશે પે એન્ડ પાર્ક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સુભાષ‌િબ્રજ ખાતે આવેલા રિવરફ્રન્ટ પાર્ક વિસ્તારના પાર્કમાં આવતા નાગરિકોના વાહન પાર્ક કરવા માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં જોરશોરથી કવાયત હાથ ધરાઇ છે. રિવરફ્રન્ટ પાર્ક પાસે પણ બનશે પે એન્ડ પાર્કપાર્કમાં આવતા નાગ‌િરકો પોતાના વાહન પાર્ક કરી શકે તે માટે સુભાષ‌િબ્રજ ખાતે આવેલા રિવરફ્રન્ટ પાર્ક પાસે પણ બનશે પે એન્ડ પાર્ક પાર્ક વિસ્તારમાં પાર્કિંગની સુવિધા અપાવવાના આશયથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

સુભાષ‌િબ્રજ ખાતેના રિવરફ્રન્ટ પાર્કમાં પે એન્ડ પાર્ક સુવિધા આપવામાં આવશે. સુભાષબ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ પાર્કના ગેટ નં 1 થી ગેટ નં 3ની સામે આવેલા સર્વિસરોડ પર પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે.તંત્ર દ્વારા ત્રણ વર્ષનાે કોન્ટ્રાક્ટ અપાશે. ૨6 ફેબ્રુઆરી, ૨૦૧6 સુધીમાં ટેન્ડર ભરીને પરત કરવાના રહેશે. વાહન પાર્કિંગ ફી અંગેની પાર્કિંગ સમય અને તારીખ દર્શાવતી લેખિત પહોંચ નાગરિકને આપવાની રહેશે. લોકો જોઈ શકે તેમ પાર્કિંગ ફીના ધોરણ દર્શાવતું બોર્ડ દરેક પાર્કિંગ સાઈટના પ્રવેશ અને બહાર નીકળવાની જગ્યાએ સ્પષ્ટ રીતે પહોંચી શકાય તે રીતે કોન્ટ્રાક્ટરે મૂકવાનાં રહેશે.

You might also like