રિવરફ્રન્ટ સહિતનાં વિવિધ સ્થળે રોશની શનિ-રવિ પણ ચાલુ રહેશે

અમદાવાદ: જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેનું ઉમળકાભેર સ્વાગત કરવા અમદાવાદીઓ આતુર બન્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરનાં વિભિન્ન સ્થળોએ ચિત્તાકર્ષક રોશની કરાઇ છે. ગઇ કાલે સાંજે આ રોશનીનો આનંદ માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડતાં ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દ્ભવી હતી, જોકે લોકો માટે આનંદના સમાચાર એ છે કે આવી રોશનીનો લહાવો કમસે કમ શનિવારની રાત સુધી માણી શકાશે. સત્તાવાળાઓ રવિવારની રજાના દિવસે પણ રોશની યથાવત્ રાખી શકે છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝોને આવકારવા શહેરમાં ગાંધીઆશ્રમ, સીદી સૈયદની જાળી, હયાત હોટલ, સાયન્સ સિટી જેવાં ચાર સ્થળો, એરપોર્ટ, ઇ‌િન્દરા‌િબ્રજ, સુભાષબ્રિજ, આરટીઓ, રૂપાલી, ઓએનજીસી, એનએફડી-ભાડજ વગેરે નવ સર્કલ, ખમાસા દાણાપીઠનું મ્યુનિસિપલ મુખ્યાલય, ટાઉનહોલ, ટાગોરહોલ, નહેરુબ્રિજ, વિવેકાનંદબ્રિજ, સરદારબ્રિજ સહિતના આઠ રિવરબ્રિજ અને બે અંડરપાસ, સાબરમતી રિવરફ્રન્ટની બંને બાજુના ૧૯ કિ.મી. લાંબા રોડ તેમજ નવ કિ.મી.ના છ જુદા જુદા રોડને મનમોહક રોશનીથી શણગારાયા છે, જેના કારણે અમદાવાદની સુંદરતામાં અનેકગણો વધારો થયો છે.

You might also like