નદી પરના વધુ પાંચ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ

અમદાવાદ: શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દેરરોજ સરેરાશ એક વ્યકિત સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરે છે. આત્મહત્યાના બનાવો રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ પાંચ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. કોર્પોરેશને આત્મહત્યાના બનાવને રોકવા માટે નદીમાં રેસ્ક્યૂ ટીમ બોટ સાથે તહેનાત કરી છે. ફાયર ‌િબ્રગેડની રેસ્ક્યૂ ટીમે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2016માં સાબરમતી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરાવાના ટોટલ 397 ફોન આવ્યા હતા, જેમાં રેસ્ક્યૂ ટીમે 312 લોકોની લાશ બહાર કાઢી હતી જ્યારે 89 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે કુલ 135 લોકોએ નદીમાં છલાંગ લગાવી છે, જેમાં 116 લોકોનાં મોત થયાં છે અને 39 લોકોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે.

આંબેડકર‌િબ્રજ, સરદાર‌િબ્રજ, ગાંધીબ્રિજ, દધિચિબ્રિજ, સુભાષ‌િબ્રજ અને ઇન્દિરાબ્રિજ પર લાખો રૂપિયાના ખર્ચે જાળી લગાવવાનો નિર્ણય લેવાયો છે. તમામ બ્રિજ પર જાળી લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ફાયર‌િબ્રગેડના રેસ્ક્યૂ ટીમના કર્મચારી ભરતભાઇ માંગેલાએ જણાવ્યું છે કે નહેરુ‌િબ્રજ અને એલિસબ્રિજ પર જાળી લગાવ્યા બાદ કોઇ પણ વ્યકિતએ તે બ્રિજ પરથી છલાંગ લગાવી નથી.

વર્ષ 2017માં સૌથી વધુ આત્મહત્યાના બનાવ મે મહિનામાં નોંધાયા છે ત્યારે જૂન મહિનામાં કુલ 17 લોકોએ નદીમાં છલાંગ લગાવી છે, જેમાં ફાયર‌િબ્રગેડની રેસ્ક્યૂ ટીમે ત્રણ લોકોને બચાવી લીધા છે, જ્યારે 14 લોકોનાં મોત થયાં છે.
http://sambhaavnews.com/

You might also like