લો બોલો, રિવાબાને ક્રિકેટ સમયની બરબાદી લાગતી હતી

રાજકોટ : ભારતમાં જે ક્રિકેટની રમતને ધર્મ માનવામાં આવે છે તેને ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની મંગેતર રિવા સોલંકી સમયની બરબાદી સમજતી હતી. જોકે રવીન્દ્ર જાડેજા સાથે સગાઈ થયા બાદ હવે તેનાવિચારો બદલાઈ ગયા છે. રિવાએ કહ્યું, ”રવીન્દ્ર મારા જીવનમાં આવ્યો તે પહેલાં ક્રિકેટમાં મારી બિલકુલ રુચિ નહોતી, પરંતુ હવે તે જૂની વાત થઈ ચૂકી છે. હવે હું રવીન્દ્રની મેચ જોઉં છું.” ૨૪ વર્ષીય રિવા યુપીએસસીની તૈયારી કરી રહી છે.

તેના જણાવ્યા અનુસાર રવીન્દ્ર બહારથી સખત દેખાય છે, પરંતુ ભીતરથી બહુ જ નરમ દિલ માણસ છે.જાડેજા ઇચ્છતો હતો કે લગ્ન પરિવારની મરજીથી સમાજની જ છોકરી સાથે થાય અને પરિવાર પણ આઠ મહિનાથી યોગ્ય છોકરીની શોધમાં હતો. જાડેજાએ કહ્યું, ”મેં રિવાને પહેલી વાર ત્યારે જોઈ હતી, જયારે મારી બહેન નયનાએ વોટ્સએપ પર એક તસવીર મોકલી. એ તસવીર જોઈને જ મેં નક્કી લીધું હતુ કે આ છોકરી સાથે મારે સંપૂર્ણ જીવન વિતાવવું છે.”

સગાઈ બાદ રવીન્દ્રની પસંદગી એશિયા કપ અને ટી૨૦ વિશ્વકપ માટેની ટીમ ઇન્ડિયામાં થઈ, પરંતુ રિવા મેચ જોઈ નહીં શકે, કારણ કે તેને યુપીએસસીની તૈયારી કરવાની છે. રિવાએ કહ્યું, ”પરીક્ષા પૂરી થયા બાદ મેચ જોવાનો બહુ જ સમય મળશે.”

You might also like