હું નસીબદાર છું રિતુપર્ણો સેન

બંગાળી અભિનેત્રી રિતુપર્ણો સેન ગુપ્તા હાલમાં ‘મૈં ખુદીરામ બોઝ હૂં’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ખુદીરામ બોઝની મોટી બહેન અપૂર્વાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં વધુ મહિલા પાત્ર નથી. અપૂર્વા માત્ર એક એવું પાત્ર છે, જે તેની પ્રેરણા બને છે. ખુદીરામની જિંદગીમાં તેનું ખાસ્સું યોગદાન છે. ખુદીરામને તે પોતાના દીકરાની જેમ ઉછેરે છે. ભાઇ-બહેનનો નાજુક સંબંધ આમાં દર્શાવાયો છે. ખુદીરામે દેશ માટે  જે બલિદાન આપ્યું હતું તેમાં તેની બહેનનો બહુ મોટો ફાળો હતો.

રિતુપર્ણો એક સારી અભિનેત્રી છે.  તે કહે છે કે હું આ પ્રોજેક્ટનું સન્માન કરું છું. મૈં જ્યારે ફિલ્મની સ્ક્રિેપ્ટ વાંચી ત્યારે મને લાગ્યું કે જો હું આ ફિલ્મનો ભાગ ન બનું તો હું કમનસીબ કહેવાઉં. હવે જ્યારે વર્લ્ડ લેવલ પર કોઇ ફિલ્મની ચર્ચા થશે તે ખુદીરામ બોઝ હશે. આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને એમ લાગશે કે તેઓ એક એવી ફિલ્મનો ભાગ છે, જેને લોકો જાણવા ઇચ્છે છે. આ વિષય પર ઘણાં વર્ષ અગાઉ બંગાળીમાં ફિલ્મ બની ચૂકી છે. રિતુ કહે છે, જ્યારે હું જન્મી પણ ન હતી ત્યારે બાંગ્લામાં ફિલ્મ બની હતી. મેં તે ફિલ્મ જોઇ નથી. તે બ્લેક એન્ડ વ્હાઇટમાં હતી.

આ ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવા માટે અને પોતાના પાત્રને સમજવા માટે રિતુને ખૂબ મહેનત કરવી પડી. રિતુ કહે છે, જ્યારે મેં જાતે આ વિષય પર રિસર્ચ કર્યું ત્યારે મને ઘણી વાતો જાણવા મળી. મને ફિલ્મ કરીને ખરેખર ખૂબ મજા આવી. •

You might also like