250 કરોડમાં છત્રપતિ શિવાજી ફિલ્મ બનાવશે રિતેશ દેશમુખ

મુંબઇઃ બાહુબલી ફિલ્મ ફ્રેચાઇઝીની સફળતાએ અનેક ફિલ્મમેકર્સને ઐતિહાસિક કિરદારો પર ફિલ્મ બનાવવા અંગે પ્રોત્સાહન આપ્યું છે. ફિલ્મ રામાયણ 500 કરોડમાં બની રહી હોવાના સમાચાર આવી રહ્યાં છે. જ્યારે રિતેશ દેશમુખ પણ ઐતિહાસિક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યાં છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પોતાના ટવિટર એકાઉન્ટ પર આ અંગે  જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું છે કે રિતેશ 225 કરોડમાં છત્રપતિ શિવાજી રાવના જીવન પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ સાથે જ અન્ય એક ટવિટરમાં તેમણે બાહુબલી પર નિશાન સાધતા લખ્યું છે કે શિવાજીની વાર્તામાં વધારે ડ્રામા હતો. બાહુબલી કરતા તે જ અસલી હીરો છે. તેમની વાર્તામાં વધારે રોમાન્ચક રહેશે. જોકે આ અંગે રિતેશ તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ રામુએ શુભેચ્છા આપવા સાથે લખ્યું છે કે રિતેશ એટલા માટે ફિલ્મ બનાવે છે કારણકે તે મહારાષ્ટ્ર બાહુબલી બની શકે.

http://sambhaavnews.com/

You might also like