બીજી વખત મા બની જેનેલિયા, રિયાનનો ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી રિતેશે

મુંબઇ: રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝાએ બુધવારે સવારે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. તેની જાણકારી તેના પતિ દેશમુખે પોતાના ટ્વિટર ઓકાઉન્ટ પર આપી હતી. રિતેશે જે અંદાજથી આ વાતની જાણકારી આપી તે સારી છે.

રિતેશે પોતાના ય્વિટર અકાઉન્ટ પર પોતાના મોટા બાળક રિયાનનો ફોટો શેર કરીને લખ્યું કે ‘Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his… Love Riaan.

મંગળવારે જેનેલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિતેશની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જે તેના બેબી બમ્પ સાથે ફોટોશૂટનો ફોટો હતો. જેનેલિયાએ આ ફોટો પર ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું હતું Thank you GOD for blessing me much more than I deserve.

જણાવી દઇએ કે જેનેલિયા અને રિતેશના વર્ષ 2012માં લગ્ન થયાં હતા અને આ તેમનું બીજું બાળક છે. તેમના મોટા બાળકનું નામ રિયાન છે. જેનો જન્મ 24 નવેમ્બર 2014માં થયો હતો. રિયાન એક વર્ષનો થયો છે.

ઘરમાં આ ખુશખબરી આવતા પહેલા રિતેશે પોતાના ફિલ્મો પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો હતો. કારણ કે તે કેટલોક સમય જેનેલિયા સાથે નિકાળી શકે. રિતેશ આ પહેલા પણ પોતાની પત્ની અને બાળક માટે ગમે તેમ કરીને સમય નિકાળી દેતો હતો. જો રિતેશને ઘરે જવાનો સમય ના મળે તો તે જેનેલિયા અને રિયાનને પોતાના ફિલ્મના સેટ પર બોલાવી દેતો હતો.

You might also like