રીતા બહુગુણા જોષીની યૂપી ચૂંટણી પહેલા થઇ શકે છે ભાજપમાં એન્ટ્રી!

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગી શકે છે. મળતી માહિતી અનુસાર સિનીયર કોંગ્રેસ નેતા અને ક્યારેક ગાંધી પરિવારની નજીક રહેલા રીતા બહુગુણા જોષી ભાજપમાં સમાવેશ થઇ શકે છે.

રીતા છેલ્લા કેટલાક મહિનાથી કોંગ્રેસથી નારાજ છે. લખનઉના કેટના ધારાસભ્ય રીતા બહુગુણા જોશીને હાલમાં કોંગ્રેસમાં થયેલા ફેરફારમાં પાર્ટીએ તેમને કોઇ મોટી જવાબદારી આપી ન હોવાથી તે નારાજ હતાં.

રીતા બહુગુણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કિસાનવ યાત્રામાં પણ ક્યાંય જોવા મળ્યા નહીં, માનવામાં આવી રહ્યું છે કે તે નારાજ છે અને ભાજપનો હાથ પકડી શકે છે. જો કે રીતા બહુગુણા જોશીએ હજુ આ બાબતે ચૂપ રહ્યા છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ સાથે બળાપો કરીને ભાજપ સાથે આવનારા વિજય બહુગુણાએ પોતાની બહેનના ભાજપમાં આવવાના સમાચારને ખોટા કહ્યા છે. વિજય બહુગુણાએ કહ્યું કે, ‘આ ફક્ત અફવાઓ છે, આ સમાચારમાં કોઇ સત્ય નથી.’

67 વર્ષીય રીતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી. હેમવતી નંદન બહુગુણાની પુત્રી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ વિજય બહુગુણાની બહેન છે. તે કોંગ્રેસની યૂપી પ્રદેશ અધ્યક્ષ અને મહિલા કોંગ્રેની અધ્યક્ષ રહી ચૂકી છે. 2014માં તેમણે લખનઉમાં લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઇ હતી. રાજનિતીમાં આવતાં પહેલા તે ઇલાહાબાદ યૂનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતા હતા. રીતા બહુગુણા જોષી બસપા અધ્યક્ષ માયાવતી વિરુદ્ધ વિવાદીત નિવેદન આપવા માટે જેલ પણ જઇ ચૂકી છે.

You might also like