રિસ્ક લેવા હંમેશાં તૈયાર પ્રિયંકા

યંકા ચોપરાની માતા મધુ ચોપરાનું કહેવું છે કે તેમની પુત્રીની અભૂતપૂર્વ સફળતાની પાછળ તેની જીતવાની મનોકામના, ક્યારેય હાર ન માનવાનો દૃઢ નિશ્ચય અને જોખમ ઉઠાવવાની ક્ષમતા છે. તેમના જણાવ્યા અનુસાર પ્રિયંકા ક્યારેય કરવા ખાતર કોઈ કામ કરતી નથી. તે પોતાના તમામ નિર્ણય તેનાં પરિણામોને ધ્યાનમાં રાખીને લે છે. હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’માં પ્રિયંકાઅે વિલનની ભૂમિકા ભજવી હતી. તે કહે છે કે અસલમાં અા ભૂમિકા એન્ટી હીરો રોલના રૂપમાં લખાઈ હતી. પ્રિયંકાને અા રોલ અાકર્ષક લાગ્યો. તેને એ પણ ખ્યાલ હતો કે કહાણીમાં અા રોલનું મહત્ત્વ કેટલું છે. તેથી પ્રિયંકા તેને નિભાવવા ઇચ્છતી હતી. કરિયરની શરૂઅાતમાં પણ પ્રિયંકા નકારાત્મક રોલથી ડરતી નથી.

મધુના જણાવ્યા અનુસાર પ્રિયંકા હંમેશાં હાર્ડવર્કમાં માને છે. તે કહે છે કે જ્યારે પણ તેને અેવું મહેસૂસ થયું કે તેનામાં કોઈ કમી છે તો તેણે મહેનતથી તે કમી દૂર કરી છે. સફળતા માટે તેણે ક્યારેય કોઈ અનૈતિક કાર્ય કર્યું નથી. તેનો વિશ્વાસ પોતાની ભૂલોને સુધારી ખુદને યોગ્ય બનાવવામાં રહ્યો છે. સફળતા માટે તે કોઈ પણ રસ્તો અપનાવવાથી ડરતી નથી. તે હંમેશાં પડકારો ઝીલવા માટે તૈયાર રહે છે. દેવાનંદની ફિલ્મ ‘હમ દોનો’નું ગીત ‘હર ફીક્ર કો ધૂઅે મેં ઉડાતા ચલા’ તેના પર એકદમ ફિટ બેસે છે. દેશી ગર્લના નામથી જાણીતી પ્રિયંકા માને છે કે તે જ્યારે ભાવુક બની જાય છે ત્યારે દેશી બની જાય છે. ભારતીય અને થોડા સમયથી અમેરિકી પાત્રોને પણ ભજવી રહેલી પ્રિયંકા પોતાનાં પાત્રોમાં કમાલ કરી રહી છે, પરંતુ જ્યારે ભાવનાઅોની વાત અાવે ત્યારે તે દેશીપણાને છોડવા ઇચ્છતી નથી.•
http://sambhaavnews.com/

You might also like