વધ્યું યમુનાનું પાણીનું સ્થર, સરકારે શરૂ કર્યું કામ

હવામાન વિભાગે નવી દિલ્હી અને દિલ્હી NCRમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે. છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હીમાં ભારે વરસાદના પગલે જનજીવન ઠપ થયું હતું. અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સેવાને પણ અસર થઈ હતી. બીજી તરફ યમુના નદીમાં પણ પાણીની આવક થતા યમુના નદી ભયજનક સપાટીએ વહેતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં યમુના નદી ગાંડીતૂર બની શકે છે. યમુના નદીમાં જળસ્તર વધતા તંત્ર દ્વારા બીજી વાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા યમુના નદીના કિનારે વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવાયા  છે.

આ ઉપરાંત હરિયાણાના હાથણીકુંડમાંથી 3.11 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે યમુના નદીનું જળસ્તર વધ્યું છે અને નદી કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવાયા છે.

આ ઉપરાંત ફરીદાબાદમાં યમુના નદીનું સ્તર ભયજનક સપાટી વટાવી શકે છે. તાજાવાલા ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેકથી પણ વધુ પાણી છોડવામાં આવ્યુ છે.

You might also like