શાકભાજીના ભાવવધારાથી બાળકોનાં દૂધ અને ફ્રૂટમાં કાપ મૂકવો પડ્યો

અમદાવાદ: વધતી જતી મોંઘવારીના કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઅોના ભાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દાળ કઠોળના ભાવ અાસમાને અાંબી ગયા બાદ તાજેતરમાં દૂધના ભાવોમાં વધારો થયો છે અને હવે છેલ્લા એક પખવાડિયાથી શાકભાજીના ભાવો બમણા થઈ ગયા છે. જેના કારણે શહેરના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે.

શાકભાજીના ભાવોમાં થયેલા વધારા બાદ ગૃહિણીઅોએ પોતાના બજેટને કાબૂમાં રાખવા માટે એક યા બીજી વસ્તુઅો અને ખર્ચાઅો ઉપર કાપ મૂકવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કોઈએ બાળકો માટે લાવવામાં અાવતા નાસ્તા ઉપર કાપ મૂક્યો તો કોઈએ ફળ ફ્રૂટ ઉપર કાપ મૂક્યો છે. તો કોઈએ શાકભાજીમાં કરકસર તો કોઈએ બહાર જવાના ખર્ચાઅો ઉપર કાપ મૂક્યો છે.
છેલ્લા એક પખવાડિયાથી શાકભાજીના ભાવો બમણા કરતાં વધી ગયા છે.

You might also like