લઘુતમ તાપમાન વધતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લાં બે દિવસથી લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. અમદાવાદમાં આજે ૧૬.૧ ડિગ્રી જ્યારે નલિયામાં ૧૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગાહી છે કે આગામી પાંચ દિવસ ગુજરાત સ્ટેટ, દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેશે. તેમજ મોટાભાગે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહિ થાય.જોકે ૧૫ ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તેથી હજુ થોડા દિવસ લોકોને ઠંડીથી રાહત મળશે.

ચાર દિવસ પહેલાં પવનની દિશા બદલાતા રાજ્યમાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. પરંતુ છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં ફરી પલટો આવતા લઘુતમ તાપમાનમાં વધારો થતા રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ત્રણ દિવસ પહેલા લોકોએ એકાએક તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યા હતો. પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે.જોકે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

પરંતુ બપોરે ગરમી જેવો અહેસાસ થાય છે. તેથી બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે ડિસેમ્બર માસ શરૃ થઈ ગયો હોવાથી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આજે અમદાવાદમાં ગઈકાલ જેટલું મહતમ તાપમાન ૧૬.૧ ડિગ્રી, વડોદરામાં ૨૦.૬, સુરતમાં ૨૧, વલસાડમાં ૧૬.૬, રાજકોટમાં ૧૬, ભાવનગરમાં ૨૦.૬, ડીસામાં ૧૬.૮, ઓખામાં ૧૮.૪, વેરાવળમાં ૨૧, નલિયામાં ૧૨.૮, કંડલા બંદરમાં ૧૭.૬, કંડલા એરપોર્ટ પર ૧૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

You might also like