આસ્થા અને એડવેન્ચરનો સમનવય, ઋષિકેશ

ધાર્મિક મહત્વને કારણે ઋષિકેશની પ્રસિદ્ધિ દેશ અ દુનિયામાં છે. જો કે આજકાલ તે એડવેન્ચર સ્પોટ્સ તરીકે પણ ખૂબ જ જાણીતુ છે. સુંદર વાતવરણ, ગંગાનું પવિત્ર જળ, રાફ્ટિંગ કેપ્મિંગ, બંજી જંપિંગ અને ખૂબ જ મસ્તી, ઉત્તરાખંડ શહેર ઋષિકેશની આજ તો ખાસીયત છે. જો તમે ઋષિકેશ જવાનું વિચારી રહ્યાં હોવ તો ઓછામાં ઓછા ત્રણ દિવસ અહીં ચોક્કસથી રોકાવાનું વિચારજો.

ઋષિકેસમાં કેમ્પિંગની ખૂબ જ મજા આવે તેમ છે. અહીં બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધીની તમામ સુવિધાઓ મળી રહે છે. પ્રકૃતિ સાથે સમય પસાર કરવાનો અને શાંતિના મોહાલ વચ્ચે રહેવાની અનોખી મજા અહીં જોવા મળે છે. અહીં કેમ્પિંગ સાથે ફુટબોલ, ક્રિકેટ જેવી રમતો પણ રમી શકાય છે. અહીં રાફ્ટિંગ પણ ખૂબ જ ફેમસ છે. અહીં વિવિધ વયમર્યા પ્રમાણેના અનેક રાફ્ટિંગ છે. 24, 16 અને 9 કિલોમિટરના અલગ અલગ રાફ્ટિંગ ઓપ્શન પ્રવાસીઓ માટે છે. જુલાઇ અને ઓગસ્ટમાં વરસાદને કારણે અહીં રાફટિંગ કરવામાં આવતું નથી.

ઋષિકેશમાં તમને હવામાં સેફલી ઉડવાનો ચાન્સ પણ મળશે. સ્થાનિકોના મતે અહીં સૌથી ઉંચી બંજી જંપિંગ કરાવવામાં આવે છે. અહીં પગને રબડ્ડથી બાંધવામાં આવે છે. દોરી નીચે જવા પર ખેચાય છે અને પછી સુકડાઇ જાય છે. જેનાથી નીચે જનાર વ્યક્તિ ફરી ઉપર આવી શકે છે. જોકે તમારૂ વજન 35 કિલોથી ઓછું અથવા તો 120 કિલોથી વધારે હશે તો તમે બંજી જંપિંગ કરી શકતા નથી. ધાર્મિક સ્થળો પણ અહીં ઘણા આવેલા છે. જેમાં લક્ષ્મણ ઝૂલા, નીલકંઠ મંદિર, ભરત મંદિર, ત્રિવેણી ઘાટ જેવા ધાર્મિક સ્થળો પણ છે. આ સાથે અહીં ટ્રેકિંગ, રાજાજી નેશનલ પાર્ક અને યોગની પણ મઝા માણી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like