કપિલ સાથેના સમાધાનની ઋષિ કપૂરની વિનંતીને સુનીલ ગ્રોવરે નકારી

મુંબઈ: કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનું એક બીજાંથી અલગ થવું તેમના ફ્રેન્સને તો દુઃખી કરે જ છે પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઝ હવે અા બંનેની જુદાઈને સહન કરી શકતી નથી. સિનિયર અભિનેતા ઋષિ કપૂરે કપિલ અને સુનીલને અેક બીજાં સાથે સમાધાન કરવાની વિનંતી કરી છે. પરંતુ સુનીલે ઋષિ કપૂરની અા પહેલને વિનમ્રતાપૂર્વક નકારી દીધી છે.
સુનીલ ગ્રોવરે તાજેતરમાં એક ન્યૂઝ એપ માટે સની લિયોન સાથે મળીને અાઈપીએલમાં કોમેન્ટ્રી કરી હતી. ઋષિ કપૂરે અાઈપીએલને બહાને કપિલ અને સુનીલ વચ્ચે સમાધાન કરવાનું વિચાર્યું અને ટ્વિટ કર્યું કે અાઈપીએલ! સનરાઈઝર હૈદરાબાદની ટીમમાં એક કપિલ શર્માનો ડુપ્લિકેટ છે. ટીમમાં કોઈને સુનીલ ગ્રોવર મળ્યો કે શું? મળી જાવ મિત્રો.

ઋષિ કપૂરની અા ટ્વિટનો જવાબમાં સુનીલ ગ્રોવરે અાઈપીએલના અંદાજમાં જ અાપ્યો. સુનીલે લખ્યું કે ઋષિ કપૂર સર, હું અા સિઝનમાં રમી રહ્યો નથી. કેમ કે દર્દ થવાને કારણે હું રિટાયર્ડ થઈ ગયો છું. સુનીલે ખૂબ જ રમૂજથી ઋષિ કપૂરને જવાબ અાપ્યો. તેના ટ્વિટમાં રિટાયર્ડ અને હર્ટ શબ્દ પર નજર કરીઅે તો સુનીલે તમામ અાખો કિસ્સો વર્ણવી દીધો છે. ઇશારા-ઇશારામાં સુનીલે કહ્યું કે કપિલના વ્યવહારથી હર્ટ થયા બાદ તેણે સંન્યાસ લઈ લીધો છે. અેટલે કે ધ કપિલ શર્મા શો છોડી દીધો છે. તેની પરથી અે અંદાજ પણ લગાવી શકાય છે કે કપિલના શોમાં સુનીલનું કમ બેક શક્ય નથી.
http://sambhaavnews.com/

You might also like