ઋષિ કપૂરે પાકિસ્તાની મહિલાને ઝાટકીઃ ‘માઇન્ડ યોર લેંગ્વેજ’

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર ટ્વિટર પર પાકિસ્તાનની એક મહિલા સાથે ઝઘડી પડ્યો. પાકિસ્તાની આર્મી કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીનો દોષી ઠેરવતાં ફાંસીની સજા સંભળાવી હતી. આ ચુકાદા પર ઋષિ કપૂરે ટ્વિટર પર નારાજગી અને દુઃખ વ્યકત કર્યાં અને કહ્યું કે પાકિસ્તાન માત્ર નફરત ઇચ્છે છે.

ઋષિ કપૂરે ટ્વિટ કર્યું કે ભારતને દુઃખ છે કે અભિનેતાની ફિલ્મો અને સ્પોર્ટ્સ દ્વારા બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવાની કોશિશ ફરી એક વાર નિષ્ફળ ગઇ છે, કેમ કે પાકિસ્તાન માત્ર નફરત કરવા ઇચ્છે છે. જો પાકિસ્તાનને બે દેશો વચ્ચે માત્ર તણાવ પસંદ હોય તો એ જ કરીશું, કેમ કે તાળી હંમેશાં બે હાથે વાગે છે.

પાકિસ્તાની મહિલાએ ઋષિ કપૂરને ટ્વિટ કરતાં કહ્યું કે આ વ્યકિત અજ્ઞાની છે. આ મહિલાએ ઋષિ કપૂર સામે અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો. જેના જવાબમાં ઋષિએ કહ્યું કે માઇન્ડ યોર લેંગ્વેજ. તારા માતા-પિતાએ તને વડીલો સાથે કેવી રીતે વાત કરી તે શીખવ્યું નથી? ઋષિના ટ્વિટના થોડા સમય પાક પાકિસ્તાનીઓએ નફરત ભરેલા ટ્વિટ કર્યા. લાહોરની એક મહિલાએ તો તેને ગાળ પણ આપી.
http://sambhaavnews.com/

You might also like