રીશી કપૂર બની ગયો લેખક, દિલ્હીમાં કરી બુક લોન્ચ

મુંબઇઃ રીશી કપૂર મીના અય્યર સાથે મળીને ‘ખુલ્લમ ખુલ્લાઃ રીશી કપૂર અનસેન્સર્ડ’ બુક લખી છે. જેના લોન્ચિંગનો કાર્યક્રમ  દિલ્હી ખાતે યોજાયો હતો. રીશીએ આ બુકમાં ફિલ્મી લાઇફ અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓને લખ્યા છે. રીશીએ કહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મહાન એક્ટર છે. 1970ની શરૂઆતમાં તેમણે ફિલ્મોના ટ્રેન્ડને બદલી નાખ્યો હતો. એક્શનની શરૂઆત તેમણે જ કરી હતી. તે વખતે તેમણે અનેક એક્ટરને બેકાર કરી દીધા હતા.

મારી ફિલ્મમાં એન્ટ્રી 21 વર્ષની ઉંમરે થઇ હતી. તે સમયે ફિલ્મોમાં કોલેજ જતો યુવાન એક એક્ટર બનતો હતો. મારી સફળતા પાછળ જે સિક્રેટ છે તે મારા કામ પ્રત્યેનું જૂનુ છે. કામ પ્રત્યે પેશન હોય તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થાય છે. રીશી કપૂરે અમિતાભ સાથે  કભી કભી, અમર અકબર એન્થની, નસીબ, કુલી અને અજૂબામાં કામ કર્યું છે.

રીશીએ કહ્યું કે જ્યારે હું અને બાકી સ્ટાર્સ પોતાની ઓળખ બોલીવુડમાં બનાવી રહ્યાં હતા. ત્યારે અમિતાભ સુપરસ્ટાર બની ગયા હતા. તે અમારી લાઇનમાં જ ન હતા. તેમને પહેલેથી જ મોટા રોલ મળતા હતા. જ્યારે તેમની સાથે અમને પણ ઠીકઠાક રોલ  મળતા હતા. રીશીએ વધુમાં કહ્યું કે અમારા સમયે બધા જ એક્ટર એકબીજા સાથે કામ કરતા હતા. પરંતુ હવે તે સમય રહ્યો નથી. આજે અક્ષય હોય કે પછી ત્રણ ખાન એકલા જ ફિલ્મ કરે છે. આજના સમયે કોઇ પણ ડાયરેક્ટર બે મોટા સ્ટાર પર એક સાથે ખર્ચ નથી કરતો.

http://sambhaavnews.com/

You might also like