કરિનાના પુત્રના નામના વિવાદ પર રિશીએ કર્યા આવા ટવિટર

મુંબઇઃ સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમૂરના નામને લઇને વિવાદ સર્જાયો છે. લોકો સતત ટવિટર પર તેના નામને લઇને કોમેન્ટ કરી રહ્યાં છે. ત્યારે રિશી કપૂરે તમામ ફોલોવર્સને સણસણતો  જવાબ આપ્યો છે. રિશી કપૂરે એક પછી એક ટ્વિટર કરીને તમામને બોલતા બંધ કરી દીધા છે.  સૌથી પહેલાં તો રિશીએ પોતાના ઘરમાં આવેલા નવા મહેમાન માટે કરીના અને સૈફને શુભેચ્છા પાઢવી છે સાથે જ જણાવ્યું છે કે માતા અને પુત્રની તબિયત સારી છે. ત્યાર બાદ તેમણે બાળકનું નામ તૈમૂર રાખવા પર વિવાદ કરી રહેલા લોકોએ આડેહાથે લીધા હતા. તેમણે ટવિટર પર લખ્યું છે કે ‘કોઇ મા-બાપ પોતાના પુત્રનું નામ કાંઇ પણ રાખે તેનાથી લોકોને શું મુશ્કેલી છે? તમે તમારૂ કામ કરો , તેનાથી તમને શું મતલબ, માતા-પિતાની મરજી.’

તેમ છતાં લોકોનું કોમેન્ટ કરવાનું બંધ ન ખયું તો રિશીનું ગુસ્સો વધ્યો. તેમણે લખ્યું કે, ‘તમે તમારૂ કામ કરો, તમારા પુત્રનું નામ તો નથી ને?તમે કોણ છો કોમેન્ટ કરવા વાળા?’ રિશી આટલેથી પણ ન રોકાયા એક ફોલોવરે કોમેન્ટ કરી કે લોકોની મુશ્કેલી જાણવા માટે તમારે તૈમૂર અને ઔરંગઝેબનો ઇતિહાસ જાણવો જોઇએ. ત્યારે તમને ખ્યાલ આવશે આ લોકોએ શું અત્યાચાર કર્યા હતા? હવે રિશીનું ગુસ્સો વધારે વધ્યો, તેમણે કહ્યું કે એલેક્ઝેન્ડર અને સિકંદર કોઇ સંત ન હતા. તે દુનિયામાં ખૂબ જ પ્રચલિત નામ છે. તમારૂ કામ કરો તમે તમને શું તકલીફ છે?


એક ફોલોવરે બાળકનું નામ કપૂર ફેમિલીના પૂર્વજ્જો સાથે જોડી દીધુ અને કહ્યું કે પૃથ્વીરાજ કપૂરથી તૈમૂર અલી.. આ પરિવારની પડતી દર્શાવે છે અને હવે પૂર્વજોની આત્મા રડી રહી છે. રિશીએ તેને પણ સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વધારે ચર્ચા કરશે તો બ્લોક કરી દેવામાં આવશે.

home

You might also like