અબ ભારત સે હારને કે લિયે પાકિસ્તાન તૈયાર રહેઃ ઋષિ

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-ર૦૧૭ની ફાઇનલ માટે પ્રથમ ટીમ બની ગઇ છે. હવે ફાઇનલમાં તેનો મુકાબલો આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. જોરશોરથી એવી અટકળો વહેતી થઇ છે કે ફાઇનલમાં વધુ એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે. આ અંગે બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરતાં સોશિયલ મીડિયા પર ઊહાપોહ મચી ગયો છે. ઋષિ કપૂરે ટ્વિટ કરીને ટીમ ઇ‌ન્ડિયાની જરસીનો રંગ ટાંકીને લખ્યું છે કે હવે ભારત સામે હારવા માટે પાકિસ્તાન તૈયાર રહે. તેમણે લખ્યું છે કે, ‘પાકિસ્તાન ગેટ રેડી ટુ બી બ્લ્યૂડ નાઉ વી વીલ બ્લ્યૂ યુ અવે’.

પાકિસ્તાન અને હિંદુસ્તાનના ચાહકોની પ્રતિક્રિયા પર ઋ‌ષિ કપૂરે આગલું ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે એક પાકિસ્તાની ફેનના ટ્વિટને રિટ્વિટ કરતાં જણાવ્યું હતું કે પ્રેમ અને ક્રિકેટમાં બધું જ યોગ્ય છે, પરંતુ ભાષાની મર્યાદા ન ગુમાવવી જોઇએ. તમે તમારા દેશને પ્રેમ કરો છો, હું મારા દેશને. તેના પર પાકિસ્તાનની ‌હીના ખાને ટ્વિટ કર્યું છે કે, ‘સર, ઇસકે લિયે આપકો બાંગ્લાદેશ સે જીતના હોગા જો મુઝે નહીં લગતા હૈ કી હોગા.’

દિનેશ ચૌધરી નામના એક અન્ય યુઝરે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘ઋષિ કપૂરનું ટ્વિટ માસ્ટર સ્ટ્રોક છે. ગુડ વન સર.’ પ્રાસનાથે ટ્વિટ કર્યું છે કે, ‘સર, અગેઇન ઇટ્સ મૌકા મૌકા ઓન સન્ડે.’ અત્રે ઉલ્લેખનીય છે કે જો ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આવશે તો પાકિસ્તાનની હાર લગભગ નિશ્ચિત છે, કારણ કે અત્યાર સુધી વન ડે વર્લ્ડકપ અને ટી-ર૦ વર્લ્ડકપમાં ભારતના હાથે હંમેશાં પાક.ને હાર મળી છે.
http://sambhaavnews.com/

You might also like