‘મેરી પ્યારી પ્રિયા, મેરે ટાઈમ પર ક્યોં નહીં આઈ આપ?: ઋષિ કપૂર

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરે પણ વાઈરલ ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની ભારોભાર પ્રશંસા કરી છે. પોતાની અલગ સ્ટાઈલ અને આંખ મારીને બધાંને દીવાના કરનારી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશની સુંદરતાની પ્રશંસા કરતાં ઋષિ કપૂરે ટ્વિટ કર્યું છે કે હું આગાહી કરું છું કે આ છોકરીને મોટું સ્ટારડમ મળનાર છે. મેરી પ્યારી પ્રિયા, આનેવાલે ટાઈમ મેં લોગ તુમ્હે દેખને કે લિયે બેતાબ હોંગે, ગોડ બ્લેસ યુ. ઋષિએ હળવી સ્ટાઈલમાં આગળ લખ્યું હતું કે મેરે ટાઈમ  પર ક્યોં નહીં આઈ આપ?

જે ગીતથી આજે પ્રિયા આટલી જબરદસ્ત લોકપ્રિય થઈ છે તે જાણીને તમે ચોંકી જશો કે આ ગીતને લખનાર કોઈ ફેમસ ગીતકાર નહીં પણ એક દુકાનદાર છે, જેમનું નામ પી. એમ. જબ્બાર છે.

વાસ્તવમાં મીડિયા રિપોર્ટ અનુસાર જબ્બાર દુબઈમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને રસપ્રદ વાત એ છે કે જ્યારે તેમણે આ ગીત લખ્યું હતું ત્યારે તેમની ઉંંમર ૨૦ વર્ષની હતી એટલે તેમણે આ ગીત ૧૯૭૮માં લખ્યું હતું.

૧૮ વર્ષની પ્રિયા પ્રકાશ બીકોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છે. તે કેરળના ત્રિશુરમાં રહે છે. પ્રિયાની અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ આદર લવ’નું ગીત ‘માનિક્ય મલારાયા પુવી’ છે. આ ગીત વેલેન્ટાઈન વીકમાં વાઈરલ થયું છે. આ ફિલ્મ ૩ માર્ચે રિલીઝ થશે.

You might also like